THE HIMALAYAN TALK: PALASH BISWAS TALKS AGAINST CASTEIST HEGEMONY IN SOUTH ASIA

THE HIMALAYAN TALK: PALASH BISWAS TALKS AGAINST CASTEIST HEGEMONY IN SOUTH ASIA INDIA AGAINST ITS OWN INDIGENOUS PEOPLES

PalahBiswas On Unique Identity No1.mpg

Tuesday, July 28, 2015

યાકુબને ફાંસીનો વિરોધઃ પિતાની �કિક� બાદ સલમાને બિનશરતી માફી માગી


યાકુબને ફાંસીનો વિરોધઃ પિતાની �કિક� બાદ સલમાને બિનશરતી માફી માગી
મુંબઈ - ૧૯૯૩ના મુંબઈ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના અપરાધી યાકુબ મેમણની ફાંસીની સજાની વિરુદ્ધમાં પોતે ગઈ કાલે રાતે કરેલી શ્રેણીબદ્ધ ટ્વીટ્સને લીધે વિવાદનો વંટોળ ફૂંકાયા બાદ એક્ટર સલમાન ખાને પોતાની ટ્વીટ આજે પાછી ખેંચી લીધી છે અને બિનશરતી માફી પણ માગી છે. સલમાને અગાઉ એમ કહ્યું હતું કે મુંબઈ બ્લાસ્ટ્સ કેસનો ખરો અપરાધી ટાઈગર મેમણ છે અને તેના ગુનાની સજા તેના ભાઈ યાકુબને આપવી ન જોઈએ. ટાઈગરને ભારત પાછો લાવી તેને જ ફાંસી આપવી જોઈએ. દબંગ, કિક, બોડીગાર્ડ, બજરંગી ભાઈજાન જેવી ફિલ્મોના અભિનેતા સલમાનની આ ટ્વીટનો શાસક ભારતીય જનતા પાર્ટી, શિવસેના તથા સોશ્યલ મિડિયા પર જોરદાર વિરોધ થયો છે. એટલું જ નહીં, તેના પિતા, જાણીતા ફિલ્મ પટકથાલેખક સલીમ ખાને પણ સલમાનની ટ્વીટને વખોડી કાઢી હતી. તેમણે કહ્યું કે સલમાનની ટ્વીટ સંપૂર્ણપણે અર્થહીન છે. હું તેને ટેકો આપતો નથી, એની ટ્વીટ્સ ખોટી છે. અંતે, સલમાને પોતાની ટ્વીટ્સને એમ કહીને પાછી ખેંચી લીધી છે કે આનાથી ગેરસમજ ઊભી થશે એવું તેના પિતાએ તેને કહ્યું છે. સલમાને કહ્યું છે કે તેના કહેવાનો મતલબ એવો નથી કે યાકુબ નિર્દોષ છે. મને દેશના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. મારાથી કોઈ પ્રકારના ઈરાદા વગર જે કોઈ ગેરસમજ ઊભી થઈ છે તે બદલ હું બિનશરતી માફી માગું છું. જોકે સલમાન ટાઈગર મેમણ વિશેની પોતાની કમેન્ટ્સને વળગી રહ્યો છે. તેણે કહ્યું છે કે, ટાઈગર મેમણને તેના ગુનાઓ બદલ ફાંસીએ લટકાવી જ દેવો જોઈએ. ૧૯૯૩ના મુંબઈ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં ફાંસીની સજા પામેલા એકમાત્ર અપરાધી યાકુબ મેમણ પ્રત્યે દયા બતાવવા માટે થઈ રહેલી બૂમરાણમાં ગઈ કાલે સલમાન ખાન પણ જોડાયો હતો. યાકુબને આવતી ૩૦ જુલાઈએ નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવાનું નિર્ધારિત છે. સલમાને શનિવારે રાતે અનેક ટ્વીટ કરી હતી. જેમાં તેણે યાકુબ પ્રત્યે દયા બતાવવાની અપીલ કરી હતી અને અસલી ગુનેગાર યાકુબના ભાઈ ટાઈગર મેમણ (જે પાકિસ્તાનમાં રહેતો હોવાનું મનાય છે) તેને ગણાવ્યો છે. તેણે લખ્યું છે કે ટાઈગરને ભારત પાછો લાવીને ફાંસીએ ચડાવી દેવો જોઈએ. સલમાને આ ટ્વીટ્સ ગઈ કાલે રાતે લગભગ ૧.૨૨ મિનિટે કરી હતી. તેણે ૪૯ મિનિટમાં ૧૪ ટ્વીટ કરી હતી. સલમાને ટ્વીટ્સ મારફત કહ્યું છે કે અસલી ગુનેગાર યાકુબ નહીં, પણ ટાઈગર મેમણ છે. ફાંસી આપવી હોય તો ટાઈગર મેમણને આપો, યાકુબને નહીં. સલમાને પહેલી ટ્વીટમાં લખ્યું હતું કે, �ટાઈગર કે લિયે ભાઈ ફાંસી પર લટક રહા હૈ. અરે ટાઈગર કહાં હૈ.� સલમાન ત્યાંથી અટક્યો નહોતો અને પછી લગભગ એક કલાક સુધીમાં બીજી કેટલીક ટ્વીટ પણ કરી. તેણે લખ્યું કે, હું ત્રણ દિવસથી ટ્વીટ કરવા માગતો હતો, પણ ડરતો હતો, પણ આમાં એક શખ્સનો પરિવાર સામેલ છે. ભાઈ કો મત લટકાઓ, ઉસ લોમડી કો ફાંસી દો, જો ભાગ ગયા હૈ. ટ્વીટ પરથી સલમાનનો ગુસ્સો વધતો જોઈ શકાયો છે. તેણે વધુમાં લખ્યું કે, ફાંસી કે ફંદે પર ચઢને વાલા હૈ, કોઈ સ્ટેટમેન્ટ, કોઈ એડ્રેસ, કુછ તો બોલો� વાહ ભાઈ હો તો ઐસા� મતલબ યાકુબ મેમન. સલમાન વધુમાં લખે છે, �કૌન સા ટાઈગર, કિસકા ટાઈગર, કિધર હૈ ટાઈગર, સમઝ રહા હૈ ટાઈગર, ક્યા સોચ કર નામ દિયા થા ઔર ક્યા માયના નિકાલ લિયા ઉસકા� કિધર છુપા હૈ ટાઈગર? હૈ કોઈ ટાઈગર, નહીં હૈ� હે હે હે� બિલ્લી ઔર હમ એક બિલ્લી કો નહીં પકડ સકતે.� સલમાને કહ્યું છે કે, ભારતમાં ટાઈગરની જ તો કમી છે. ટાઈગરને લાવો� ટાઈગર તુમ્હારા ભાઈ કુછ દિનો મેં તુમ્હારે લિયે મર જાયેગા� ભાઈ હો તો ઐસા. સલમાને પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને વિનંતી કરી છે કે, શરીફ સાહબ એક દરખ્વાસ્ત હૈ, અગર યે આપકે મુલ્ક મેં હૈં તો પ્લીઝ ઈક્તિલા કર દીજિયે.
--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...